લાકડા કેમ લીધા કહી ટંકારાના ટોળ ગામે લાકડી વડે હુમલો : ૪ સામે નોંધાતો ગુનો

- text


ટંકારા : ટંકારાના ટોળ ગામે પરિવાર પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ બનાવમાં ટંકારા પોલીસે ફરિયાદના આધારે હુમલો કરનાર ૪ સામે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના ટોળ ગામે રહેતા હરિભાઈ પમાભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવી હતી કે અગાઉ લાકડા લીધા હોવાનું મનદુઃખ રાખીને મલુબેન જેઠાભાઈ , ગીતાબેન અમુતભાઈ, અમુતભાઈ જેઠાભાઇ ચાવડા, જેઠાભાઈ ચનાભાઈ ચાવડાએ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેઓ પર તેમજ તેમના પત્ની અને પુત્ર પર લાકડી વડે હુમલો કર્યો હતો. બનાવ અંગેની ફરિયાદના આધારે પોલીસે ૪ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text