પોલીસ પાર્ટી ઉપર હુમલો કરવાના કેસમાં આગોતરા જામીન મંજુર

- text


હળવદના સુંદરગઢ ગામે મેં મહિનામાં બનેલી ઘટનામાં અદાલતે આગોતરા જામીન મંજુર કર્યા

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં તાલુકા પીએસઆઇ સહિતની પોલીસ પાર્ટીએ રેડ કરતા આરોપીઓ દ્વારા પોલીસ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવા અંગે હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધાયેલ જેમાં આરોપી ધીરુભાઈ માવસીંગભાઈ અસવારાં રહે.પાંડાતીરથ વાળાએ મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં મોરબી જીલ્લાના જાણીતા એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત આગોતરા જામીન અરજી કરેલ આ કામના ફરિયાદ પક્ષે એવી દલીલ કરવામાં આવેલ કે આ કામના આરોપીઓએ ધોકા લાકડી, તલવાર, જેવા હથિયાર ધારણ કરી રાજય સેવક હોંવાનું જાણવા છતાં ફરિયાદીને ઇજા કરી ફ્રેક્ચર કરી નાખ્યું હતું.
આ કામે બચાવ પક્ષે ધારદાર દલીલો કરી નામદાર અદાલત સમક્ષ જણાવ્યું હતું કે ઘટના સમયે આરોપીઓની હાજરી ન હોવા છતાં પોલીસ આરોપી બનાવી ખોટી રીતે સંડોવી દેવા માંગે છે અને બંધારણીય જોગવાઈ મુજબ સ્વતંત્રતાના હક્ક જળવાઈ રહે તે માટે આગોતરા જામણીન આપવા અરજ કરી આરોપી પાંડાતીરથ ગામે સ્થાનિકે જ રહેતા હોય ક્યાંય ભાગી જાય તેમ નથી જેથી આગોતરા જામીન મંજુર કરવા દલીલ કરતા નામદાર કોર્ટ દ્વારા બન્ને પક્ષની દલીલ સાંભળી આરોપીના રૂ.10000ના શરતી આગોતરા જમીન મંજુર કર્યા હતા.

- text

- text