વાંકાનેરમાં ૧૭ નવેમ્બરથી શ્રીમદ ભાગવત સપ્તાહ

- text


માર્ચ મહિનામાં વૃંદાવનમાં યોજાનાર શાસ્ત્રી નિખિલભાઈ જોશીની સપ્તાહમાં જવા માટે મોરબીથી ખાસ વ્યવસ્થા કરાઈ

મોરબી : વાંકાનેરમાં ૧૭ નવેમ્બરથી શાસ્ત્રી નિખિલભાઈ જોશીના વ્યાસાસને ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત આગામી માર્ચ મહિનામાં વૃંદાવનમાં પણ તેઓના વ્યાસાસને સપ્તાહ યોજનાર છે. ત્યારે મોરબીથી વૃંદાવન લઈ જવાની ભાવિકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

વાંકાનેરના દિવનપરા પાસે આવેલ લોહાણા મહાજન વાડી ખાતે ભીંડોરા પરિવાર દ્વારા આગામી તા. ૧૭ થી ૨૩ નવેમ્બર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાસ્ત્રી નિખિલભાઈ જોશી વ્યાસાસને બિરાજીને પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ દરમિયાન યોજાશે. આ કથામાં પધારવા માટે ગો.વા. જયંતીલાલ જાદવજીભાઈ ભીંડોરા અને ગં. સ્વ. દામયંતીબેન જયંતીલાલ ભીંડોરા તેમજ ભીંડોરા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

આ ઉપરાંત શાસ્ત્રી નિખિલભાઈ જોશીના વ્યાસાસને વૃંદાવન ખાતે પણ આગામી માર્ચ મહિનામાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાવિકોને વૃંદાવન ખાતે લઈ જવાની રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ૨૩ માર્ચના રોજ મોરબીથી ભાવિકોને ૧૦ દિવસ માટે ટ્રેન મારફતે વૃંદાવન લઈ જવામાં આવશે. જેના માટે ભાવિકોએ રૂ. ૭ હજાર ભરવાના રહેશે. વધુ વિગત માટે રોહિતભાઈ સેજપાલ મો.નં. ૯૦૯૯૮ ૯૯૦૦૦નો સંપર્ક કરવા જણાવાયું છે.

- text