વાંકાનેર નગરપાલિકા કર્મચારીઓની હડતાલ સમેટાઈ

- text


ચીફ ઓફિસરની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો : પાણી વિતરણ ચાલું

વાંકાનેર : વાંકાનેર નગર પાલિકાના વોટરવર્ક્સ સુપરવાઈઝર ઉપર થયેલા હીંચકારા હુમલાને પગલે બે દિવસથી કર્મચારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલી હળતાલનો અંત આવ્યો છે અને આજથી પુનઃ પાણી વિતરણ શરૂ થયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નગરપાલિકા કર્મચારી ઉપર ગેરકાયદેસર પાણીનું કનેક્શન કાપવા મામલે થયેલ હુમલા બાદ પાલિકા કર્મચારીએ ફરજ રૂકાવટની ફરિયાદ કરેલ અને હડતાલ પાડી પાણી વિતરણ બંધ કરવામાં આવેલ બાદ આ કર્મચારીઓ માર્કેટ ખાતે પ્રતીક ઉપવાસ પર બેસી ગયેલ. કર્મચારીઓની માંગ હતી કે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે, આરોપીની ગેરકાયદેસર હોટલનું દબાણ હટાવવામાં આવે અને હવે પછી કોઈ કર્મચારી પર હુમલાની ઘટના ન બને એ માટે સુરક્ષાની ખાતરી આપવામાં આવે તેવી માંગ સાથે આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું.

- text

દરમિયાન ગઈકાલે વાંકાનેર સીટી પોલીસ દ્વારા આરોપી રમેશ લઘરા ભરવાડ ની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર ગીરીશ સરૈયા દ્વારા ઉપવાસી કર્મચારીઓની મુલાકાત લઇ તેમના પ્રશ્ર્નો પ્રત્યે ગંભીરતાથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈપણના આવા ગેરકાયદે દબાણો હશે તેમને તાત્કાલિક હટાવવામાં આવશે અને ભવિષ્યમાં આવા કોઈ પ્રકારના બનાવ ન બને એ માટે પોલીસને કડક હાથે કામ લેવાની અને પોલીસ સાથે સંકલનથી કામ કરવાની ખાત્રી આપ્યા બાદ કર્મચારીઓ દ્વારા ચીફ ઓફિસર ની વાત પર વિશ્વાસ રાખી હડતાલનો અંત કરેલ છે અને ફરજ પર હાજર થયેલ છે.

- text