મોરબીની રાધાપાર્ક સોસાયટીમાં જુગાર રમતા ૪ ઝડપાયા

મોરબી : મોરબીની રાધાપાર્ક સોસાયટીમાં ચાલતા જુગાર પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને ચાર શખ્સોને રૂ. ૩૨૩૦ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.

મોરબીમાં વાવડી રોડ પર રાધાપાર્ક સોસાયટીમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા એ ડીવીઝન પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં જુગાર રમતા ઘનશ્યામ અમૃતલાલ કક્કડ, તેજસ ઉર્ફે મુનો રમણીકલાલ કોટેચા, મનોજ શિવશંકર કપટા અને નીલેશ ઉર્ફે નરેન્દ્ર ગિરધરલાલ માંડવીયાને પોલીસે પકડી લઈને રૂ. ૩૨૩૦ ની રોકડ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.