દુષ્કાળના ડાકલા : હળવદ, વાંકાનેર અને માળીયાને અછતગ્રસ્ત જાહેર કરાતા પ્રથમ બેઠક યોજાઇ

- text


પાણી, ઘાસચારા સહિતના આયોજન અંગે ચર્ચા વિચારણા

મોરબી : સરકાર દ્વારા મોરબી જિલ્લાના હળવદ, વાંકાનેર અને માળિયા(મીંયાણા) તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાતા, તેમના આગોતરા આયોજન સબંધે કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેકટર આર.જે.માકડીયાના અધ્યક્ષસ્થાને એક મીટીંગ યોજવામાં આવી હતી.

કલેકટર આર.જે.માકડીયાએ અછતગ્રસ્ત હળવદ, વાંકાનેર અને માળિયા(મીંયાણા) તાલુકાના તથા જિલ્લાના અધિકારીઓ સાથે સબંધિત તાલુકામાં પીવાના પાણી, સિંચાઇના પાણી તેમજ ઘાસાચારો પુરતા પ્રમાણમાં મળી રહે તે અંગેના આગોતરા આયોજન કરવા બાબતે એક બેઠક યોજવામાં આવી હતી. અને સબંધિત કચેરીઓના અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.

- text

આ મીટીંગમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, નિવાસી અધિક કલેટકર કેતન જોશી, પ્રાંત અધિકારી એસ.જે.ખાચર, જિજ્ઞાશાબેન ગઢવી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગોહિલ તેમજ તાલુકા અને જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

- text