ટંકારામાં ચેક રિટર્ન કેસમાં ૧ વર્ષની સજા સાથે રકમ રૂપિયા ૧૩,૦૦,૦૦૦ વળતર ચુકવવાનો આદેશ

- text


બીમારીમાં સારવાર માટે મિત્રએ નાણાં આપ્યા બાદ ફરિયાદીએ નાણાં ન ચૂકવતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો

ટંકારા : ટંકારામાં વર્ષ ૨૦૧૬ માં મિત્રને બીમારીના ઈલાજ માટે હાથ ઉછીના આપેલા પૈસા પેટેનો ચેક રિટર્ને થવાના કેસમાં ટંકારા કોર્ટે આરોપીને કસુરવાર ઠેરાવી એક વર્ષની સજા અને રૂપિયા ૧૩,૦૦,૦૦૦ વળતર ફરિયાદીને ચુકવા આદેશ કરતા ચકચાર જાગી છે.

આ કેસની ટુક વિગત જોઈએ તો મોટા ખીજડીયાના અજયરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાએ આરોપી ઘમેંશભાઈ ચંદ્રકાંતભાઈ ઉફેં ચંદુભાઈ શીસાંગીયા સામે ૧૦ લાખનો ચેક રિટર્નનો કેસ કર્યો હતો. આ કેસમાં અજયરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાએ આરોપી ધમેંશભાઈ ચંદ્રકાંતભાઈ ઉફેં ચંદુભાઈ શીસાંગીયા ને બીમારીના ઈલાજ માટે મિત્ર દાવે ૧૦ લાખ થોડો સમય માટે હાથ ઉછીના આપ્યા હતા જે સમય પુરો થતા ઘર્મેશભાઈ ચંદ્રકાંતભાઈ ઉફેં ચંદુભાઈ શીસાંગીયા એ ઉછીના નાણા પેટે તા. પ/૧૧/૨૦૧૬ ના રોજ નો ચેક આપ્યો હતો.

- text

પરંતુ આ ચેક રિટર્ન થયો હતો. બાદમાં આ કેસમાં એન.કે.યાદવ સાહેબની કોર્ટે દ્વારા ફરિયાદીના વકીલ ચેતન પી. સોરીયાની ધારદાર દલીલો અને રજુ કરવામાં આવેલ પુરાવાને આધારે કોર્ટે દ્વારા આરોપી ઘર્મેશભાઈ ચંદ્રકાંતભાઈ ઉફેં ચંદુભાઈ શીસાંગીયા તે કસુરવાર ઠેરાવીને ૧ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે ફરિયાદીને રકમ રૂપિયા ૧૩,૦૦,૦૦૦/અંકે રૂપિયા તેર લાખ નું વળતર એક માસમાં ચુકવવાનો હુકમ કરવામાં આવેલ. જો આ વળતરની રકમ આરોપી ન ચુકવે તો વધુ (છ) માસની સજા ફટકારવામાં આવેલ છે.

- text