ચોર છેલ્લા ઘરે ચોરી કરવા ગયોને ઘરધણી જાગ્યા : ભાગવું ભારે થઈ પડ્યું

- text


હળવદમાં તસ્કરનો તરખાટ એક જ સોસાયટીમાં સાત મકાન નિશાન બનાવ્યા : એલઇડી મોબાઈલ મૂકીને ચોર નાસી છૂટ્યો

હળવદ : હળવદમાં ગઈકાલે રાત્રે એક નિશાચરે એક સાથે સાત -સાત મકાનોને નિશાન બનાવ્યા હતા પરંતુ છેલ્લા ઘરે ચોરી કરવા જતા ઘરધણી જાગી જતા ચોરને ચોરેલી વસ્તુ મૂકી ભાગવું ભારે થઇ પડ્યું હતું, જો કે ચોરીના આ બનાવામાં છ હજાર જેવી રોકડ ગઈ છે પરંતુ લોકોએ પોલીસ ફરિયાદ કરવાનું મુનાસીબ માન્યું ન હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ હાઇવે ઉપર આવેલ દિવ્યા પાર્ક -2માં ગઈકાલે મધ્યરાત્રીએ નિશાચાર ત્રાટક્યો હતો અને એક પછી એક કુલ છ મકાનને નિશાન બનાવી એક એક ઘરમાંથી ચોરેલી વસ્તુઓ નજીકમા એક દુકાન પાસે મૂકી હતી પરંતુ સાતમા ઘરમાં ચોરી કરવાં જતા જ ઘરધણી જાગી જતા હાકલા પડકારા કરતા તસ્કર મૂઠીઓ વાળી નાસી છૂટ્યો હતો.

જો કે હળવદના દિવ્યપાર્ક -2માં તસ્કરે એક સાથે સાત સાત મકાન નિશાન બનાવવા છતાં લોકોએ પોલીસને જાણ કરી ન હતી અને કુલ મળી પાંચથી છ હજાર જેટલી રોકડ લઈ જવામાં તસ્કર સફળ રહ્યાનું જાણવા મળ્યું છે.

- text