ટંકારામાં આર.આર.સેલનો દરોડો : જુગાર રમતા ચાર ઝડપાયા

- text


બે આરોપી નાસી છુટયા : ૭૧, ૮૦૦ મુદામાલ જપ્ત

ટંકારા : ટંકારા ગામની ઉગમણી સીમમાં નદીના કાંઠા નજીક જુગાર રમતો હોવાની બાતમીને આધારે આર.આર.સેલે દરોડો પાડી ચાર જુગારીઓને ઝડપી લઈ રૂ. ૭૧,૮૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો, જો કે દરોડા દરમિયાન બે શખ્સો નાસી છૂટયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારના ઊગમણી સિમ વિસ્તારમાં કાસુંદ્રો નદીના પટમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે આર.આર.સેલ દ્વારા દરોડો પાડી જુગાર રમી રહેલ (૧) નવધણ બચુભાઇ ડાભી ઉવ.૩૦ ઉગમણાનાકે કોળી વાસ ટંકારા (૨) કાળુભાઇ બાબુભાઇ મકવાણા ઉવ.૨૮ ઉગમણા નાકે કોળી વાસ ટંકારા (૩) કાળુભાઇ જેરામભાઇ સાલાણી ઉવ.૪૫ રહે. રૂપાવટી સોસાયટી અમરાપર રોડ ટંકારા અને (૪) રાહુલ દલપતભાઇ દંતેસરીયા ઉવ.૨૧ ઉગમણા નાકે કોળી વાસ ટંકારા વાળાને
રોકડ રૂપીયા ૮૩૦૦, જુદી-જુદી કંપનીના મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ ૩૫૦૦ તથા મોટર સાયકલ નંગ-૨ કિ.રૂ. ૬૦૦૦૦ મળી કુલ કિ.રૂ.૭૧૮૦૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા.

- text

વધુમાં દરોડા દરમિયાન (૧) જીગ્નેશ ઉર્ફે ઠેબો ધીરૂભાઇ બાબરીયા રહે. કોળીવાસ ટંકારા અને (૨) પરેશ વશરામભાઇ દેગામા રહે. અમરાપર રોડ વાડી વીસ્તાર વાળા ભાગી જતા ટંકારા પોલીસ મથકમાં તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો નોંધાવવામાં આવ્યો હતો.

- text