મોરબીથી ઘર છોડી નાસી જનાર તરુણીને પરિવાર સાથે મેળવતી ૧૮૧

- text


ચાર દિવસથી ઘર ત્યજી દેનાર તરુણી વાંકાનેર નજીકથી મળતા ૧૮૧ નું સરાહનીય પગલું

મોરબી : પિતા સાથે નજીવી બાબતે તકરાર બાદ છેલ્લા ચાર દિવસથી ઘર છોડી દેનાર તરુણીને આજે મોરબી ૧૮૧ ટીમ દ્વારા કાઉન્સિલિંગ કરી માતા – પિતા સાથે સુખદ મિલન કરવવામાં આવ્યુ હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ વાંકાનેર ચોટીલા હાઇવે ઉપર એક તરુણી ગુમસુમ હોવાનો કોલ આવતા મોરબી અભયમ ૧૮૧ ની ટીમના કાઉન્સિલર પાડવી આરતી, કોન્સ્ટેબલ રૂપલબેન અને પાયલોટ અરુણભાઈ તુરત જ ઘટના સ્થળે પહોચ્યાં હતા.

- text

બાદમાં ટીમ ૧૦૮ દ્વારા તરુણીને વિશ્વસમાં લઈ કાઉન્સિલિંગ કરતા ચાર દિવસથી ઘર છોડી નીકળી ગયાનું જણાવ્યું હતું, જો કે ટીમ ૧૮૧ દ્વારા મોરબી સો ઓરડીમાં રહેતા તેમના માતા – પિતા સાથે જે બાબતે ઝઘડો હતો તે બાબતનું સુખદ સમાધાન સાધી તરુણીને પરિવારજનોને સોંપી હતી.

આમ, મોરબી અભયમ ૧૦૮ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરી એક તરુણીની જિંદગી બચાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.

- text