વાંકાનેરના સિંધાવદરની એસ.એમ.પી. હાઈસ્કૂલ રાષ્ટ્રીય કક્ષાની ડોઝ બોલ સ્પર્ધામાં ભાગ લેશે

- text


શાળાની ૮ વિદ્યાર્થીનિઓનું રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન રહેતા રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ

વાંકાનેર : તાજેતરમાં પૂર્ણ થયેલી રાજ્યકક્ષાની ડોઝબોલની સ્પર્ધા અંતે અંડર 19 બહેનોના વિભાગમાં વાંકાનેરની સિંધાવદર ગામની એસ.એમ.પી. સ્કૂલેે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરનાર શાળાની 3 ખેલાડી બહેનો માસુરા, શારીક અને ગુલીસ્તાની પસંદગી રાષ્ટ્રિયકક્ષા માટે થઇ છે.જે આગામી ડિસેમ્બર માસ માં મધ્યપ્રદેશ મુકામે જશે.

- text

અંડર 17 ડોઝબોલ વિભાગમાં આજ શાળાની ટીમેં સિલ્વર મેડલ મેળવીને સમગ્ર રાજ્યમાં મોરબી જિલ્લાને સતત બીજા વર્ષે પણ મેરિટમાં રાખ્યો હતો. અંડર 17 ની ટીમ માંથી ચાર ખેલાડીઓ અલ્ફિયાજ, સુરૈયા, સુઝાના અને મોહીનાની પસંદગી રાષ્ટ્રિયકક્ષા માટે થઇ છે. જે આગામી ડિસેમ્બરમાં માસ માં છત્તીસગઢ ખાતે નેશનલ ડોઝબોલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ આજ શાળાની ચાર ખેલાડી બહેનોએ નેશનલ લેવલે બ્રોન્ઝ મેડલ મેળવીને મોરબી જિલ્લાનું સમગ્ર દેશમાં નામ રોશન કર્યું હતું .

આ વર્ષે પણ આ ખેલાડીઓ ઉત્કૃષ્ઠ રમત નું પ્રદર્શન કરે અને મોરબી જિલ્લા તેમજ ગુજરાત રાજ્યનું નામ દેશમાં રોશન કરે તેવી શુભકામના મોરબી જિલ્લા રમતગમત અધિકારી પ્રવીણા બહેન,એ.પી.ઓ. નાકિયા તેમજ શાળાના આચાર્ય બાદીઅને શાળા પરિવારે ખેલાડીઓને આપી છે.

- text