તલાટીઓ હડતાલ દરમિયાન શુક્રવારે લાલપર ગામે સફાઈ ઝુંબેશ ચલાવશે

- text


મોરબી : તલાટીઓ ગામને સ્વચ્છ બનાવીને અનોખી રીતે સરકારની નીતિ સામે વિરોધ નોંધાવશે

હડતાલના સુખદ અંત બાદ ઓવરટાઈમ કરીને અરજદારોના કામ પુરા કરાશે : તલાટી મંડળ

મોરબી : મોરબી જિલ્લા સહિત રાજ્યભરના તલાટીઓની હડતાલનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે આજે તલાટી મંડળે હડતાલ દરમિયાન આગામી શુક્રવારે લાલપર ગામે સફાઈ ઝુંબેશ ચલાવીને સરકારનો અનોખી રીતે વિરોધ કરવાની જાહેરાત કરી છે.

રાજ્યભરના તલાટીઓએ વિવિધ પ્રશ્ને અગાઉ વિરોધ દર્શક કાર્યક્રમો આપ્યા હતા. તેમ છતાં તેઓના પ્રશ્નોનો ઉકેલ ન આવતા તલાટીઓ દ્વારા ફરી રણશીંગુ ફૂંકીને અચોક્કસ મુદતની હળતાલનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે મોરબી જિલ્લાના તમામ તલાટીઓ પણ ગત તા. ૨૨થી અચોક્ક્સ મુદતની હડતાલ પર ઉતર્યા છે.

આ હડતાલ દરમિયાન સરકારની નીતિ સામે અનોખી રીતે વિરોધ નોંધવવાનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો છે. જેમાં આગામી તા. ૨૬ને શુક્રવારના રોજ તલાટીઓ લાલપર ગામે એકત્ર થઈને સફાઈ ઝુંબેશ ચલાવવાના છે.

- text

આ હડતાલને લઈને મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જનતા જોગ જણાવાયું છે કે તલાટીઓ પોતાની વ્યાજબી માંગણી સાથે સરકાર સામે લડી રહયા છે. ત્યારે પંચાયતોના કામ અટકતા લોકોને મુશ્કેલી પડી રહી છે. જેના માટે તેઓ દિલગીરી વ્યક્ત કરે છે. જેવું કે આંદોલનનો સુખદ અંત આવશે.તુરંત જ ઓવરટાઈમ કરીને અરજદારોના કામ પુરા કરી દેવામાં આવશે.

 

- text