મોરબીમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આજે રાત્રે શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે

- text


મોરબી : મોરબીમાં ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા આજે બુધવારે રાત્રે ૯ કલાકે શરદ પૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવશે. જેમાં દાંડિયા રાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ ચુવાળીયા કોળી ઠાકોર વિદ્યાર્થી ભુવન, સંત વેલનાથ બાપુ ચોક, જિલ્લા સેવા સદનની બાજુમાં, સો- ઓરડી, મોરબી -૨ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જ્ઞાતિજનોને વેલનાથ સેવા સંઘ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text