મોરબીના હજનાળીમાં બે ભેંસ ચોરાઈ : ચોર હાથવેંતમાં

- text


મોરબી : મોરબીના હજનાળી ગામે બે દિવસ પૂર્વે ભેંસ ચોર ત્રાટકયા બાદ ગ્રામજનો જાગી જતા ભેંસ ચોરોને ભાગવું ભારે થઈ પડ્યું હતું આમ છતાં બે ભેંસ ચોરાયાની ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ હજનાળી ગામના પાદરમાં માલઢોર રાખવાના ખુલ્લા વાડામાંથી મસરુભાઇ વાસાભાઇ ખાટરીયા જાતે.ભરવાડ ઉવ.૫૦ ધંધો.માલઢોર રહે.હજનાળી ગામ નવાગામ અંબાનગર તા.જી.મોરબીવાળાની બે સંઘણ ભેંસ સફેદ કલરની બોલેરો ગાડી નંબર જી.જે.-૦૧-બીયુ-૬૭૭૮ નો ચાલક તથા તેની સાથેના અજાણ્યા માણસો ચોરી કરી જતા રૂ. ૧ લાખની બે કિંમતી ભેંસ ચોરાવ અંગે ફરિયાદ નોંધાવી છે.

- text

બીજી તરફ હજનાળી ગામે ભેંસ ચોરવા આવેલા શખ્સોની બોલેરો પલટી મારી જતા બન્નેને સારવાર માટે મોરબી દાખલ કરાયા હોય આરોપી હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text