માળિયાના વેજલપર ગામે જુગાર રમતા ૫ પકડાયા

માળિયા : માળિયાના વેજલપર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂ. ૮૭૧૦ના મુદામાલ સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા તાલુકાના વેજલપર ગામમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે માળિયા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ધરમશી ભૂપત કોળી, જયેશ હેમજી કોળી, સંજય બાબુ ઝીંઝવાડિયા, સંજય ઈશ્વર ઝીંઝવાડિયા, અને અશોક હીરા ઝીંઝવાડિયા એમ પાંચને ઝડપી લઈને રોકડ રકમ ૩૭૧૦ અને ૪ મોબાઈલ કીમત ૫૦૦૦ સહીત કુલ ૮૭૧૦ નો મુદામાલ જપ્ત કર્યો છે