હળવદ તાલુકાના ૬૭ તલાટીઓની અચોક્કસ મુદ્‌તની હડતાલ યથાવત

- text


હળવદ : રાજયના તલાટી કમ મંત્રીઓ દ્વારા વિવિધ પડતર માગણીઓને લઈ રાજય સરકાર સમક્ષ અનેકવાર રજુઆતો કરવા છતાં પણ આજદીન સુધી કોઈ નિવેડો ન આવતા સોમવારથી રાજયના તલાટી મંડળ દ્વારા અચોક્કસ મુદ્‌તની હડતાલ પર ઉતરી ગયા છે. જેમાં હળવદ તાલુકાના ૬૭ તલાટીઓ જાડાયા છે અને કાળી પટ્ટી ધારણ કરી તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે.

ગત ૬ ઓકટોબરના રોજ રાજયના તલાટીઓ દ્વારા ગાંધીનગરમાં આવેલ સત્યાગ્રહ છાવણી ખાતે દેખાવો અને સુત્રોચ્ચાર સાથે આંદોલનાત્મક કાર્યક્રમો યોજયા હતા. ત્યારે તેઓની પડતર માગણીઓને સરકારે ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી પરંતુ આજદીન સુધી કોઈ પણ માગણી સરકારે ઉકેલી ન હોવાથી સોમવારથી તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદ્‌તની હડતાલ પર ઉતરી જતા ગ્રામ્ય પંથકના લોકોના વિવિધ કામો ખોરંભે ચડી ગયા છે. ગઈકાલે હડતાલના બીજા દિવસે મોરબી જિલ્લાના ર૪પ તલાટી કમ મંત્રીઓ સહિત હળવદ તાલુકાના ૬૭ તલાટીઓ પણ આ હડતાલમાં જાડાતા તાલુકાની વિવિધ ગ્રામ્ય પંચાયતમાં કામો માટે આવતા અરજદારોની સમસ્યામાં વધારો થયો છે. તો સાથો સાથ હળવદ તાલુકાના ૬૭ તલાટી કમ મંત્રીઓએ પડતર માગણી મુદે કાળી પટ્ટી ધારણ કરી હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો.

- text

આ તકે તલાટી મંડળના પ્રમુખ વાલજીભાઈએ જણાવ્યું હતું કે, રાજય સરકાર સમક્ષ વિવિધ પડતર માગણીઓનો ઉકેલ ન આવતા હળવદ તાલુકાના ૬૭ તલાટી કમ મંત્રીઓ હડતાલમાં જાડાયા છે. ત્યારે વહેલી તકે રાજય સહિત હળવદ તાલુકાના તલાટીઓની વિવિધ પાંચ માગણીઓનો ઉકેલ આવે તેવી માંગ કરી છે.

- text