વાંકાનેરના વઘાસિયા ટોલનાકે ઓટોમેટિક બેરીયર નીચે પડ્યું ને PSI નો તોલો રંગાયો !!

- text


વાંક પોતાનો હોવા છતાં PSI નો પીતો છટકતા પરપ્રાંતિય કામદારને ઝૂડી નાખ્યો

વાંકાનેર : વાંકાનેર વઘાસીયા ટોલ નાકે સીટી પી.એસ.આઇ.ના ખાખીનો ખૌફ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, વાત જાણે એમ બની કે પીએસઆઇ મહાશય ફોરવ્હીલની લેનમાંથી પસાર થતા ઓટોમેટિક બેરીયર માથે પડતા પીએસઈનો તોલો રંગાઈ જતા વિના કારણે પરપ્રાંતિય ટોલકર્મીને ઝૂડી નાખતા પોલીસની આ દાદાગીરી ભારે ચર્ચાસ્પદ બની છે.

આ ચોકવનારી ઘટનાની વિગતો જોઈએ તો વઘાસિયા ટોલનાકે છાસવારે ગુંડાગર્દી કરતા ટોલકર્મીને ગત તારીખ ૨૦-૧૦-૨૦૧૮ના રોજ બપોરે બે વાગ્યાની આસપાસ પોલીસ ગુંડાગર્દીનો અનુભવ થયેલ હતો જેમાં બપોરે વાંકાનેર સીટી પી.એસ.આઇ. કોઈ કામ સબબ મોટરસાયકલ લઈ આ ટોલનાકાથી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન આગળ જતી ફોરવ્હિલ ટોલનાકુ પાસ કર્યા બાદ પીએસઆઈનું મોટરસાયકલ પસાર થતું હતું તે દરમિયાન ઓટોમેટીક બેરિયર નીચે આવતા સીટી પી.એસ.આઇ.ને માથામાં લાગેલ અને પી.એસ.આઇ.નો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો અને કેબિનમાં બેઠેલા ટોલકર્મીને રીતસરનો ઝૂડી નાખ્યો હતો.

- text

બીજીતરફ આ કર્મચારી પોતાના બચાવમાં કહેતો રહ્યો કે આ બેરીકેટ ઓટોમેટિક છે અને ગાડી પસાર થયા બાદ ઓટોમેટિક નીચે આવે છે મારો કોઈ વાંક ગુનો નથી પરંતુ આ નાના કર્મચારીની વાત સાંભળે તે બીજા, બાદમાં આ કર્મચારી પોતાનો જીવ બચાવવા મેનેજરની ચેમ્બરમાં ભાગ્યો ત્યાં પણ આપ પી.એસ.આઈ.એ મેનેજર સહિતના બીજા કર્મચારીઓને પોલીસની ગુંડાગીરીનું વરવું રૂપ બતાવેલ, જ્યારે કાયદાના રક્ષકો જ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરે ત્યારે ફરિયાદ કરવી પણ કેમ?

એક તરફ પરપ્રાંતીયો રોજીરોટી કમાવવા અહી આવતા હોય પોલીસનું આવું વરવું સ્વરૂપ જોઈ એટલા ડરી ગયા કે કોઈ ફરિયાદ કરવા સામે ન આવ્યું, કારણ જો ફરિયાદ કરે તો આજ પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ટોલનાકે પોલીસનો ત્રાસ વધી જાય, આમ પોલીસના ત્રાસ સામે હાલ તો આ મામલો દબાવી દેવામાં આવ્યો હોવાનું અત્યંત આધારભૂત સૂત્રોનું કહેવું છે.

 

- text