એકો દુડી તીડી ! મોરબીમાં પાંચ મહિલા અને એક પુરુષ જુગાર રમતા ઝડપાયા

- text


રણછોડ નગરમાં તીનપતિ શરૂ થતાં જ પોલીસ ત્રાટકી

મોરબી : મોરબીના રણછોડનગર વિસ્તારમાં તીનપતિનો જુગાર રમી રહેલ પાંચ મહિલાઓ અને એક પુરુષને બી – ડિવિઝન પોલીસે ઝડપી લેતા ચકચાર જાગી છે.

મોરબીના રણછોડનગરમાં ભુદેવ ડેરી સામે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે બી – ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા
(૧)પંકજભાઇ દિનેશભાઇ મારૂ, ઉ.૩૩ રહે રણછોડનગર પાણીના ટાંકા પાસે વીશીપરા મોરબી
(૨)રૂકશાનાબેન મામદહુસેન સુમરા, ઉ. ૨૪ રહે.મદિના સોસાયટી અમ્રુત ડેરીની બાજુમા વીશીપરા મોરબી,
(૩)રોશંનબેન હસનભાઇ સુમરા, ઉ. ૪૦ રહે. અમ્રુતપાર્ક સેન્ટમેરી સ્કુલની પાછળ વીશીપરા
(૪)જીલુબેન અબ્દુલભાઇ, ઉ.૬૦ રહે રણછોડનગર શેરી નં ૨ વીશીપરા મોરબી,
(૫)સોનલબેન પ્રવીણભાઇ સુરેલા, ઉ. ૩૫ રહે. રણછોડનગર શંકરંના મંદિર પાસે મોરબી અને
(૬)મધુબેન રવીભાઇ ડાભી, ઉ. ૪૬ રહે રણછોડનગર ભુદેવ ડેરીની સામે તીનપતીનો જુગાર રમતા રોકડા રૂપીયા સાથે ઝડપી લીધા હતા.

- text

જુગાર દરોડા મામલે મોરબી સીટી બી – ડિવિઝન પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text