મોરબી જિલ્લાના ડેમોમાં સૌની યોજના મારફત પાણી ઠાલવો : સાંસદ કુંડારીયા

- text


મોરબી જિલ્લાના ખેડૂતો માટે રવિ પાક માટે પાણી આપવા મુખ્ય મંત્રીને ભલામણ પત્ર પાઠવાયો

ટંકારા : મોરબી જિલ્લાના તમામ જળાશયોમાં સૌની યોજના મારફતે પાણી ઠાલવવા તેમજ રવિ મોસમ દરમિયાન કેનાલ મારફતે સિંચાઈનો લાભ મેળવતા ખેડૂતોને ૨ એકર જમીનમાં વાવેતર માટે પાણી આપવા સાંસદ મોહનભાઇ કુંડારીયાએ મુખ્યમંત્રીને ભલામણપત્ર પાઠવ્યો છે.
ભલામણ પત્રમાં જણાવ્યા મુજબ સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્ર મચ્છુ બાંન્ચની કેનાલમાંથી ઘોડાદ્રોઈ તેમજ મરછુ ર કેનાલ ડેમી-ર, ડેમી-૩, બંગાવળી, આજી-3 સુધી પાણી લઈ જવાનું છે. તો ઉપર મુજબના ડેમોમાં પાણી નાખીને ખેડુત ખાતેદારોને ખાતા દીઠ એકર ર-૦૦ ગુઠા એકરના શિયાળુ પાક વાવવાની મંજુરી આપવાથી ખેડુત ખાતેદારોને ઘરનું અનાજ તેમજ માલધારોઓને પશુનો માટે ઘાસચારાનાં પ્રશ્ન હલ થઇ શકે.

- text

તેમજ આજી-૧ ની પાઇપલાઈનમાંથી ડેમી – ૧ માં પણ પાણી નાખી શકાય તેવી તમામ સુવિધા ઉપલબ્ધ છે. તેથી ડેમ-૧માં પણ પાણી નાખીને ખેડુત ખાતેદારોને ખાતા દીઠ એકર ૨-૦૦ ગુઠા એકરના રવિ પાક વાવવાની મંજુરી આપવાથી ખેડુતખાતેદારોને ઘરનું અનાજ તેમજ માલઘારીઓને પશુઓ માટે ઘાસચારાની પ્રશ્ન હલ થઇ શકે. તો આ બાબતે યોગ્ય વિચારણા કરવા સાંસદ દ્વારા ભલામણ કરી છે.

- text