મોરબી : માસુમ બાળકને શિકાર બનાવનાર હવસખોર ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે પંચાસરના રમલો ઉર્ફે રવિરાજસિંહને ઝડપી લીધો

મોરબી : મોરબી તાલુકાના પંચાસર ગામે અન્ય જિલ્લામાંથી રોજી રોટી કમાવા આવેલા શ્રમિક પરિવારના માસુમ બાળકને હવસનો શિકાર બનાવી કુકર્મ આચરનાર પંચાસરના રમલો ઉર્ફે રવિરાજસિંહ ખુમાનસિંહ ઝાલાને મોરબી તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હોવાનું તાલુકા પીએસઆઇ એસ.એ.ઝાલાએ જણાવ્યું હતું.