મોરબી નજીક કોથળામાં મળેલી લાશનો ભેદ ઉકેલાયો : આડા સંબંધની શંકાએ હત્યા કરાયાનો ધડાકો

- text


મોરબીના ઉંચીમાંડલ ગામે સિરામિક ફેકટરીમાં રહેતા શ્રમિકે આડા સંબંધની શંકાએ ઉપપત્નીની હત્યા કર્યાનો ખુલાસો

મોરબી : મોરબીના જોધપર ગામ પાસે કેનાલમાંથી બે દિવસ પૂર્વે કોથળામાં બાંધેલી હાલતમાં મળેલી અજાણી સ્ત્રીની લાશના કેસનો ભેદ એલસીબી તથા તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ સ્ત્રીની હત્યા તેના જ પતિએ બે મિત્રો સાથે મળીને આડા સંબંધની આશંકાએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે પતિ સહિતના ત્રણેય શખ્સોને દબોચી પણ લીધા છે.આ સમગ્ર બનાવ અંગે મોરબી જિલ્લા પોલીસ વાળા ડો.કરનરાજ વાઘેલાએ મીડિયાને આપેલી વિગત મુજબ મોરબી તાલુકાના જોધપર ગામે મચ્છુ -૨ ડેમમાં નર્મદા કેનાલના પાણીમાં કોથળામાં બાંધેલી હાલતમાં એક અજાણી સ્ત્રીની લાશ મળી હતી. જે મામલે એલસીબી અને તાલુકા પોલીસે સયુંકત તપાસ આદરી હતી. તપાસ દરમિયાન આ સ્ત્રી ઊંચી માંડલ ગામની સીમમાં આવેલ સિબોન સીરામીકમાં લેબરની ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના દુર્ગાબેન હોવાનું ખીલ્યું હતું.

- text

બાદમાં પોલીસે આજ સીરામીક કારખાનામાં શંકાસ્પદ જણાતા ત્રણ શખ્સો ભુરો શંકર ડામોર, સત્યનારાયણ ખેમરાજ ડોડીયા અને નટવર અર્જુન ભાભોરની અટક કરી હતી. તેઓની પ્રાથમિક પૂછપરછમાં માલુમ પડ્યું હતું કે દુર્ગાબેન આરોપી ભૂરા શંકર ડામોરની બીજી પત્ની હોય, દુર્ગાબેનને કોઈ વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની શંકાએ ત્રણેયે મળીને ઓરડીમાં જ દુર્ગાબેનની ગળાટૂંપો દઈને હત્યા કરી નાખી હતી. બાદમાં ત્રણેયે લાશને કોથળામાં બાંધીને જોધપર ગામ પાસે નર્મદા કેનાલમાં નાખી દીધી હતી.

પોલીસે કઈ રીતે હત્યાનો ભેદ ઉકેલ્યો જુઓ એસપી ડો.કરનરાજ વાઘેલાનું ઇન્ટરવ્યુ 

 

 

- text