લજાઈમાં ફરિયાદ પાછી ખેંચી લેજે કહી યુવકને ધમકી

- text


ટંકારા : ટંકારાના લજાઈ ગામે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા યુવાનને ત્રણ શખ્સોએ ધમકી આપતા એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળ્યા મુજબ નટુભાઇ મનજીભાઇ મકવાણા, ઉવ ૪૫ રહે. લજાઇ વાળાને (૧) હરપાલસિંહ ઉર્ફે ભુટો વિનુભા ઝાલા (ર) ક્રિપાલસિંહ હેમભા ઝાલા (૩) પુથુભા હકુભા ઝાલા રહે. ત્રણેય લજાઇ વાળાઓએ અગાઉ પોલીસ ફરીયાદ કરેલ હોય જે ફરીયાદ પાછી ખેચી લેવા જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કરતા એસ્ટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ છે.

- text