વાંકાનેરના વઘાસિયામાં પાણીની ડોલમાં ડૂબી જતા માસૂમ બાળકીનું મોત

- text


વાંકાનેર : વાંકાનેરના વઘાસિયા ગામ નજીક સીરામીક એકમમાં એક વર્ષની માસૂમ બાળાનું પાણીની ડોલમાં ડુબી જતા મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના વઘાસિયા ગામ પાસે આવેલ હોક ગ્રેનાઈટો કારખાનામાં કામ કરીને ત્યાં જ રહેતા ભૂરાભાઈ સંગડની એક વર્ષની બાળકી નિરુનું પાણીની ડોલમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. જો કે તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી દીધી હતી.

- text

- text