વાંકાનેરના પંચાસરમાં કલેકટરની હાજરીમાં કપાસનું ક્રોપ કટિંગ

- text


કલેક્ટર માકડીયાએ પંચાસરના ગામના ખેતરની ખાસ મુલાકાત લીધી હતી.

વાંકાનેર : પાક વીમા બાબતે હાલ ભારે ઊહાપોહ ચાલી રહ્યો છે ત્યારે ચાલુ વર્ષ એટલે કે 2018-19 ના વર્ષના વિમા માટેના ક્રોપ કટીંગની કાર્યવાહી ચાલુ છે ત્યારે વાંકાનેર તાલુકાના પંચાસર ગામના ખેડૂતની વાડી પર જઇને મોરબી જિલ્લા કલેકટર દ્વારા ક્રોપ કટિંગ કરાવવામાં આવતા ખેડૂતોમાં રાહત સાથે વિશ્વાસનો માહોલ ઉભો થયો હતો.

પંચાસર ગામે મોરબી જિલ્લા કલેકટરે કપાસના પાકનું નિરીક્ષણ કર્યું હતું અને 10 બાય 5 ના વિસ્તારમાં વીણ કરાવીને એકઠા થયેલા કપાસનું વજન પણ કર્યું હતું આ વજન માત્ર 500 ગ્રામ થયું હતું.આ પંચાસરના ખેતરમાં હવે માત્ર પાછળ 2-3 ઝિંડવા જ રહે છે એટલે કે હવે પછી બીજી અને છેલ્લી વીણમાં કદાચ સો થી દોઢસો ગ્રામ કપાસ થાય આમ 10 બાય 5 ના પ્લોટમાં 600 થી 650 ગ્રામ કપાસનું ઉત્પાદન થશે એટલે કે અહીંયા કપાસનો પાક ફેઇલ થયો એવું કહી શકાય, જે કલેક્ટરે પણ સ્વીકાર્યુ હતું.

- text

આ ખેતરમાં કપાસની હાઈટ કેટલી છે એ આ ફોટામાં જોઈ શકાય છે જિલ્લા કલેક્ટરના ઢીચણ સુધી પણ કપાસનો છોડ પહોંચતો નથી. આ ક્રોપ કટિંગ ના સુપરવિઝન કરવા આવેલા કલેક્ટરે જ્યારે પંચાસરના ખેતરની મુલાકાત લીધી ત્યારે આ ગામના સરપંચ, પૂર્વ સરપંચ, ગ્રામ સેવક, સહકારી મંડળીના મંત્રી, તાલુકા વિસ્તરણ અધિકારી અને અન્ય આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

- text