માળિયાના નાની બરાર ગામે ઝેરી દવા પીને યુવકનો આપઘાત

માળીયા : માળિયાના નાની બરાર ગામે યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા તાલુકાના નાની બરાર ગામે રહેતા પ્રવીણભાઈ રાણાભાઈ ચાવડાએ ઝેરી દવા પી લેતા તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર કારગત ન નિવડતા અંતે તેઓએ દમ તોડ્યો હતો.