મોરબી રાજકોટ હાઇવે ઉપર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત

- text


ટંકારા નજીક રાજકોટ તરફથી પુરપાટ આવતી કાર ટ્રક વચ્ચે ઘુસી : જાનહાની નહિ

મોરબી : રાજકોટ મોરબી હાઇવે ઉપર ટંકારાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે કાર અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જો કે સદનસીબે કોઈ ને પણ ખરોચ આવી ન હતી.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ – મોરબી હાઇવે પર ટંકારા નજીક આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપ સામે આજે બપોરે બે વાગ્યાના સુમારે રાજકોટ તરફથી આવતી કાર આઇસર ટ્રકની વચ્ચે આવી જતા આગળના બોનેટનો બુકડો બોલી ગયો હતો અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જો કે સદનશીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો અને જરા ખરોચ પણ આવી ન હતી. વધુમાં ટ્રક ચાલક રોડ ક્રોસ કરતો હતો ત્યારે રાજકોટ તરફથી આવતી કાર ધડાકા ભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો અને અનેક રાહદારીઓ એકઠા થયા હતા.

- text

- text