હળવદ નજીક છકડો રીક્ષા પલટી મારતા ચાલકનું મોત

- text


હળવદ : હળવદ નજીક છકડો રીક્ષા પલટી મારી જતા રીક્ષા ચાલકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ હળવદની મોરબી ચોકડી પાસે છકડો રીક્ષા નં. જીજે ૧૨ યુ ૫૩૨૬ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષા ચાલક બળદેવસિંહ મંગળસિંહ ઝાલાનું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text