ઉંચી બોલી બોલો અને રાવણ બાળો ! ટંકારામાં રાવણને બાળવા ઉછામણી

- text


એક માત્ર ગરબી છે જ્યા રાવણ દહન કરવામાં આવે છે

ટંકારા : ટંકારાના પાટીદાર વિસ્તારમાં યોજાતી ગરબીમાં દર વર્ષે વિજયા દશમીના અવસરે રાવણ બાળવામાં આવે છે અને મજાની વાત તો એ છે કે અહીં રાવણને ભસ્મીભૂત કરવા ઉછામણી કરવામાં આવે છે જેમાં ઉંચી બોલી બોલનારને રાવણદહન કરવાનો લાભ આપવામાં આવે છે.

ટંકારાના છેવાડાના વિસ્તારમાં વસેલા ગાયત્રી નગરમા ગામની મોટામાં મોટી ગરબી કરવામાં આવી છે જ્યા આજે વિજયાદશમી નિમિત્તે રાવણ દહન નુ આયોજન કરવામાં આવ્યુ છે અને આ એક માત્ર ગરબી છે જ્યા રાવણ દહન કરવામાં આવે છે જેથી લોકોની ભારે ભીડ જોવા મળે છે.

- text

ઉલ્લેખનીય છે કે, અહીં રાવણ ને ભસ્મીભૂત કરવા ઉછામણી બોલવામાં આવે છે ઉપરાંત રામ રાવણનુ યુધ્ધ પણ ભજવવામાં આવે છે આમ, ટંકારા પાટીદાર સમાજ વિસ્તારની વિશાળ ગરબી ગાયત્રી નગરમા આજે દશેરા. રાવણ દહન.રામ રાવણ નુ યુધ્ધ ભજવી નવ દીવસની માંની આરાધનામાં આજે નવરાત્રી મહોત્સવ સમાપન કરવામાં આવશે.

- text