ટંકારા આવળ માતાજીના મંદિરે ચારણી સ્વરે સ્તુતિ : અદભુત માહોલ

- text


ટંકારા : ટંકારાના આવળ માતાજીના મંદિરે નવરાત્રી દરમિયાન અદભુત માહોલમાં ચારણી સ્વરે માતાજીના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે, આઈનુ કુળ એટલે ચારણ અને ટંકારાના ચારણ સમાજ દ્વારા નવરાત્રીમાં દેવી મંદીરે આરતિ ધુપ સ્તુતિ કરી માં ના ગુણગાન શરૂ કરાતા જ અદભુત માહોલ ખડો થાય છે.

- text

જગત જનની આધ્યા શક્તિ ભગવતિ દયાળી જે કુળ મા અવતાર લે એ કુળ ચારણ અને માં ના ખપ્પરના દિવસોમા ટંકારા કવિરાજ રાત્રે નવ વાગ્યે આઈ આવળમાં ના મંદીરે એકઠા થઈ ચારણી સ્વરે આરતિ ધુપ સ્તુતિ કરી માં ની આરાધના કરે છે ત્યાર બાદ આઈ ખોડીયાર અને ચાપલમાંના ધામ મા ગુણગાન કરી છુટા પડે છે. આ વખતે વાતાવરણ ભક્તિમય બની જાય છે અને માં ને મનમાં હાજરા હજુર ઝાખી કરી માઈ ભક્તો રાજી રાજી થઈ જાય છે.

- text