મોરબીના લૂંટાવદરમાં મહીસાસુરનો વધ

- text


બુરાઈથી લડવું હોય તો મહિલાઓને શક્તિનું રૂપ ધારણ કરવું પડશે

મોરબી : મોરબી તાલુકાના લૂંટાવદર ગામે ઉમિયા ગરબી મંડળ દ્વારા સુપ્રસિદ્ધ નાટક મહીસાસુરનો વધ ભજવવામાં આવ્યું હતું અને આજના યુગમાં બુરાઈ સામે લડવા મહિલાઓને શક્તિનું રૂપ ધારણ કરવું પડશે તેવો સંદેશો આપ્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના લૂંટાવદર ગામે ઉમિયા ગરબી મંડળ દ્વારા યોજાતી પ્રાચીન ગરબીમાં મહિસાસુર વધ નામનું પૌરાણિક નાટક ભજવવામાં આવ્યું હતું જેમાં યુવાનોએ આબેહૂબ રોલ ભજવી સુંદર માહોલ ખડો કર્યો હતો, આ નાટક થકી યુવાનો દ્વારા સમાજમાં રહેલી બુરાઈ સામે લડવા મહિલાઓને શક્તિનું રૂપ ધારણ કરી અનિષ્ઠ સામે લાડવા સંદેશ આપવામાં આવ્યો હતો.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માં ઉમિયા ગરબી મંડળના વિમલ ઝાલરિયા, કેતન ઝાલરિયા, શૈલેષ ઝાલરિયા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

 

- text