હળવદના રાણેકપરમાં આખલાએ ગામ માથે લીધું : મહિલા બેભાન

- text


ભૂરાયા થયેલા આખલાના ડરથી ગ્રામજનોમાં ફફડાટ : મહા મહેનતે પકડાયો

હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામમાં રખડતા આંખલાને હડકવા ઉપડતા ભૂરાયો થઈ ગામ માથે લેતા ગ્રામજનોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી. જો કે, ગ્રામજનોએ મહામહેનતે આંખલાને દોરડાથી બાંધી દઈ પશુ ડોકટરની ટીમને જાણ કરી હતી.

હળવદના રાણેકપર ગામે ગઈકાલે ગામમાં જ રખડતા આંખલાને હડકવા ઉપડતા ગ્રામજનોમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. દિવસ દરમિયાન આંખલાએ ગામ આખું માથે લીધું હતું અને સમગ્ર ગામમાં કર્ફ્યું જેવો માહોલ જાવા મળ્યો હતો.

ગામના યુવાનો દ્વારા આંખલા પાછળ ટ્રેકટરો દોડાવી મહામહેનતે આંખલાને દોરડાથી બાંધી કાબુમાં લેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જયારે બીજી તરફ આ અંગેની જાણ પશુ ડોકટરને કરવામાં આવી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

- text

વહેલી સવારથી જ આંખલો હડકાયો થયો હોવાના સમાચાર ગામમાં પ્રસરી જતા ગ્રામજનો ભયભીત થયા હતા. જયારે બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે, આ આંખલો એક મહિલા પાછળ દોડતા મહિલા બેભાન થઈ ગઈ હતી.

- text