ટંકારના યુવાનને સ્વાઈન ફલૂ ભરખી ગયો

- text


બે દિવસ પૂર્વે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ બુધવારે રાત્રે 11 કલાકે દમ તોડ્યો

- text

મોરબી : ટંકારા તાલુકાના અમરાપર ગામના 45 વર્ષીય યુવાનને સ્વાઈન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બુધવારે રાત્રે 11 કલાકે યુવાને અંતિમ શ્વાસ લીધા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. આમ ચાલુ સીઝનમાં મોરબી જિલ્લામાં સ્વાઈન ફ્લૂએ બીજા યુવાનનો ભોગ લીધો છે.

- text