મોરબી પોલીસે આજે દશેરા મનાવ્યાં : શસ્ત્રપૂજન કરાયું

- text


જિલ્લા પોલીસવડા, એલસીબીમાં આજે શસ્ત્રપૂજન : એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ મથકમાં કાલે શસ્ત્રપૂજન

મોરબી : નવરાત્રીમાં નોરતાની ઘટ વચ્ચે ક્યાંક આજે તો ક્યાંક આવતીકાલે દશેરા ઉજવવામાં આવનાર છે ત્યારે મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા આજે દશેરા મનાવી શાસ્ત્રોક્ત વિધિ મુજબ શસ્ત્રપૂજન વિધિ કરવામાં આવી હતી તો બીજી તરફ એ, બી ડીવીઝન પોલીસ મથક અને મહિલા પોલિસ મથકમાં આવતીકાલે શસ્ત્રપૂજન કરવામાં આવશે.

- text

આજરોજ મોરબી જીલ્લા પોલીસવડા ડૉ.કરનરાજ વાઘેલા દ્વારા દશેરાના તહેવાર નિમિતે આર્મ્સ વર્કશોપમાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું તો સાથે સાથે જીલ્લામાં માળીયા, ટંકારા, હળવદ તથા તાલુકા પોલીસ મથકમાં પણ શસ્ત્રોની પુજનવિધી કરવાની પરંપરા નિભાવવામાં આવી હતી.

જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવેલ શસ્ત્રપૂજન વિધિમાં ડીવાયએસપી બન્નો જોશી, મોરબી એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.ટી.વ્યાસ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો.

જો, કે એ ડિવિઝન, બી ડિવિઝન અને મહિલા પોલીસ મથકમાં આવતીકાલે શસ્ત્રપૂજન કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

- text