ભાષા, વિઝા, ટ્રાવેલિંગ સહિતની મુશ્કેલી વચ્ચે પણ વિદેશમાં ઝંડો ગાળતા મોરબીના ઉદ્યોગકારો

- text


ઉદ્યોગકારોની ઘગશને કારણે મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વના બીજા નંબરે : જેતપરિયા

મોરબી : હાલમાં લેટિન અમેરિકાના મેક્સિકોમાં સિઆક એક્સપોમાં મોરબીના ૨૦ જેટલા ઉદ્યોગપતિઓ પોતાની બેનમૂન પ્રોડકટ વિશ્વ સમક્ષ મુકવા ગયા છે ત્યારે મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ વિદેશમાં યોજાતા એકઝબિશનમાં ભાગ લેવો કેટલો મુશ્કેલ હોય છે તેના પ્રત્યક્ષ અનુભવને શેર કરતા જણાવ્યું હતું કે વિઝાથી લઈ ભાષા, ખાનપાન, ટ્રાવેલિંગ સહિતની મુશ્કેલી હોવા છતાં મોરબીના ઉદ્યોગકારો લગનપૂર્વક, ધગશથી મહેનત કરી રહ્યા છે એટલે જ મોરબીનો ઉદ્યોગ વિશ્વમાં બીજા નંબરે પહોંચ્યો છે.

મેક્સિકોમાં યોજાયેલ સિઆક એક્સપોમાં ગયેલા મોરબી સિરામિક એસોશિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, કોઇ પણ ઉધોગમા તેમના સંચાલકોની ધંધા પ્રત્યેની ધગશ અને તત્પરતા અગત્યની હોય છે. આજે મોરબી સિરામીક ક્ષેત્રે વિશ્વનુ બીજા નંબરનુ હબ છે તેની પાછળનુ કારણ છે અહીના ઉધોગકારોની વૈશ્વિક દ્રષ્ટિ આજે વિશ્વનો કોઇ ખુણો એવો નહી હોય કે જ્યા મોરબીની સીરામીક પ્રોડકટ પહોચી હોય.

વધુમાં તેઓએ ઉમેર્યું કે, હાલમાં મેક્સિકોમા યોજાયેલ એક્ઝિબિશનમાં મોરબીની ૨૦થી વધુ કંપનીઓએ ભાગ લીધો છે ત્યારે આ એક્ઝિબિશનમાં પડતી મુશ્કેલી અંગે વાત કરતા જણાવ્યું હતું કે, મેક્સીકોમા સ્ટોલ રાખ્યા બાદ ૩ મહીના પહેલા ત્યા સેમ્પલ મોકલવા માટે ઘણી બધી સમસ્યા નડે છે. અને સેમ્પલ ત્યા પહોચ્યા બાદ તેને સાચવવા તેથી પણ વધુ કઠીન છે.

ત્યારબાદ આવે છે વિઝા ની સમસ્યા વિઝા માટે દરેક ઉધોગકારો ત્રણથી ચાર વખત દિલ્હી જવુ પડે છે અને તેમા પણ એમ્બેસી ઓફ ઇન્ડીયા મેકસીકોના આમંત્રણ પત્ર બાદ પણ વિઝા મેળવવા બહુ જ કઠીન છે અને વિઝા પણ છેલ્લા દિવસોમા મળતા હોવાનું ઉમેરી કહું કે વિઝા મળ્યા બાદ શરૂ થાય છે ટ્રાવેલીંગ ની સમસ્યા.

મેક્સીકો જવા માટે ડાયરેક્ટ કોઇ ફલાઇટ નથી એટલે વાયા પેરીસ, એમ્સ્ટરડેમ, લંડન, જર્મની, કેનેડા કે અમેરીકા લંડન, કેનેડા અને અમેરીકા કે જર્મની જવા ની જરૂર પડે છે, બાદમાં ટ્રાન્ઝીટ વિઝા એટલે ત્યાથી જઇ શકવુ અઘરૂ છે. વાયા યુરોપમાથી જવામા ૩૩ કલાકનુ એર ટ્રાવેલીંગ કરીને મેક્સીકો પહોંચી શકાય અને ત્યા પણ ચાર કલાક વેઇટીંગ અને ત્યારબાદ હોટલ અને શરૂ થાય એક્ઝિબિશનના સ્ટોલની તૈયારીઓ આ બધી મુશ્કેલી વચ્ચે સૌથી મોટી સમસ્યા ભાષાની થાય છે કારણ કે, આપણા લોકો અંગ્રેજી બહુ ઓછા જાણે છે અને દેશમા રાતનુ બહાર જવુ પણ મુશ્કેલ છે.

- text

આ ઉપરાંત વેજીટેરીયન જમવાની પણ ખૂબ તકલીફ પડે છે આમ છતા આ બધી મુશ્કેલી સહન કરીને એક્ઝિબિશનની શરૂઆત થાય છે, બીજી તરફ રીટર્ન ફલાઇટનુ કનેકશન મેળવવામાં ૨૧ કલાકનો ઇન્તજાર કરવાનો અને એ પણ એરપોર્ટની બહાર પણ નહી નીકળવાની શરતે ત્યાર બાદ ૪૫ કલાકે ફ્લાઈટ મુંબઇ પહોચાડે છે તેમ છતા મોરબીના યુવા ઉધોગકારો આવુ ટ્રાવેલીંગ કરીને વેપારઅર્થે દુનીયા આખીમા ફરી ને પોતાની પ્રોડકટ વેચાણ કરી રહ્યા છે.

અંતમાં નિલેશભાઈએ યુવા ઉધોગકારોની ધગશ ના કારણે જ મોરબીનો સિરામિક ઉદ્યોગ આજે વિશ્વના બીજા નંબર ઉપર પહોંચ્યો હોવાનું અને આ માટેનો શ્રેય આ મહેનતુ, જીંદાદીલ અને હોશીલા ઉધોગકારોને ફાળે જાય છે. ભારતમા ઉત્પાદન થતી દરેક પ્રોડકટમા કમાણીની તકો રહેલી છે પરંતુ ખુટે છે તો મોરબીના ઉધોગકારો જેવી હિંમત અને ખંત ત્યારે વેપાર અર્થે દોડતાઆ યુવાનો પણ દેશ ના હુંડીયામણ માટે ઘણુ જ મહત્વનુ કામ કરી રહ્યા છે આ સંજોગોમાં વૈશ્વિક ઓળખ ધરાવતા આ ઉધોગકારોની મહેનતને ખરેખર બિરદાવવા લાયક હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

- text