મોરબી અનુપમ સોસાયટીમાં આકર્ષણ જમાવે છે પ્રાચીન ગરબી

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ આદ્યશક્તિ ગરબી મંડળ સંચાલિત અનુપમ સોસાયટીની પ્રાચીન ગરબી આકર્ષણનું કેન્દ્ર બની છે અને દરરોજ સેંકડો લોકો બાળાઓ દ્વારા રજૂ થતા અદભુત રાસ નિહાળવાનો લ્હાવો લઈ રહ્યા છે.

અનુપમ સોસાયટીમાં આદ્યશક્તિ ગરબી મંડળ દ્વારા છેલ્લા ૩૦ વરસથી પ્રાચીન પરંપરા જાળવી રાખવામાં આવી છે અને હાલમાં જુદા-જુદા ત્રણ ગ્રુપમાં બાળાઓને રાસ રમાડવામાં આવે છે.

- text

દર વર્ષે અહીં પાચમા અને આઠમા નોરતે અદભુત અઘોર નગારા રાસ રજુ કરવામાં આવે છે જે નિહાળવા માટે લોકોની ભીડ ઉમટી પડે છે ગઈકાલે ગરબીની બાળાઓને સોનાના દાણાની ભેટ આપવામાં આવી હતી અને આવતીકાલે દશેરાના દિવસે લ્હાણી આપવામાં આવશે.

- text