ટીકર (રણ) ગામે ગોલતર પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

- text


૧૬ કર્મચારીઓ અને ૩૮ વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સન્માનિત કરાયા

હળવદ : હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે ગોલતર પરિવાર દ્વારા શ્રી શકિત માતાજી શૈક્ષણિક સન્માન સમિતિ દ્વારા પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેના મુખ્ય મહેમાન તરીકે નાગલધામ ગ્રુપના પ્રમુખ નવઘણભાઈ મુંઘવા અને પોપટભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

ભરવાડ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને સમાજ દિકરી- દિકરા શિક્ષણ તરફ વળે તેવા હેતુ સાથે આજરોજ હળવદ તાલુકાના ટીકર (રણ) ગામે ગોલતર પરિવાર દ્વારા શૈક્ષણિક સન્માન સમારોહનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬ કર્મચારીઓ અને ૩૮ વિદ્યાર્થીઓને શિલ્ડ, ફાઈલ, બોલપેનો સહિતની કીટ આપી સન્માનિત કરાયા હતા.

- text

આ તકે નાગલધામ ગ્રુપના પ્રમુખ નવઘણભાઈ મુંધવા, પોપટભાઈ ભરવાડ અને કાનાભાઈ ભરવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નવધણભાઈ ગોલતર દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે જ કાર્યક્રમની આભારવિધિ કિશોરભાઈ ગોલતર દ્વારા કરાઈ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી શકિત માતાજી શૈક્ષણિક સન્માન સમિતિના ગોપાલભાઈ ભરવાડ, ઈશ્વરભાઈ ભરવાડ, સંગ્રામભાઈ ભરવાડ, બળદેવભાઈ ભરવાડ, દિનેશભાઈ ભરવાડ, વિજયભાઈ ભરવાડ, મેરૂભાઈ ભરવાડ સહિતના ગોલતર પરિવારના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

 

- text