ટંકારાના નસીતપર ગામે શાંતિ અને સમૃદ્ધિ માટે યજ્ઞ યોજાયો

- text


મોરબી : ટંકારાના નસીતપર ગામે દર વર્ષે નવરાત્રી દરમિયાન આઠમના દિવસે ગામમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે જેમાં આજે પણ ગ્રામજનો દ્વારા યજ્ઞ યોજવામાં આવ્યો હતો.

મોરબીથી કિલોમીટર દૂર આવેલા નસીતપર ગામે દર વર્ષે આઠમા નોરતે હવન કરવામાં આવે છે, આ હવનમાં નવ દંપતી બેસે છે, આ હવનમાં બેસવા માટે બોલી બોલાય છે જેમાં જે વધુ ઉંચી બોલી બોલે તે હવનમાં યજમાન થાય છે.

- text

નસીતપર ગામે વર્ષોથી યોજાતા આ યજ્ઞ કરવાનો હેતુ ગામમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાય રહે તથા અસુરી શક્તિઓનો માઁ જગદંબા નાશ કરે તે હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે આજરોજ આ યજ્ઞમાં યજમાન પદ પર અ.સૌ. ભક્તિબેન તથા પિયુષભાઈ ત્રમ્બકભાઈ અંદોદરિયા બેસી ધાર્મિક કાર્યનો લાભ લીધો હતો.

- text