મોરબી : સંકલ્પ નવરાત્રીમાં ફાયર ડ્રમ અને રાજપૂત સમાજના બહેનોના તલવાર રાસે આકર્ષણ જમાવ્યું

- text


સાતમે નોરતે ભાજપ, કોંગ્રેસ અને રાજપૂત સમાજના અગ્રણીઓએ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સર્વજ્ઞાતિય સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ગઈકાલે સાતમા નોરતે ભાજપ, કોંગ્રેસ અને રાજપૂત સમાજના અગ્રણીઓ અને અન્ય મહેમાનોએ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો તો રાજપૂત સમાજના બહેનો દ્વારા તલવાર રાસ રજુ કરી ખેલૈયાઓ અને ઉપસ્થિત મહેમાનોને અચંબિત કર્યા હતા સાથે સાથે ફાયર ડ્રમ અને વોટર ડ્રમ પણ લોકો માટે નવીનતમ રહ્યા હતા.

મોરબી શહેરના આંગણે સર્વજ્ઞાતિય નવરાત્રી મહોત્સવનું બિરુદ પામેલ યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરરોજ વિવિધ આકર્ષણો વચ્ચે ગઈકાલે ફાયર ડ્રમ અને વોટર ડ્રમે લોકોને ઘેલું લગાડ્યું હતું તો રાજપૂત સમાજના બહેનો દ્વારા રજૂ કરવામાં આવેલ તલવાર રાસથી ખેલૈયાઓ પણ બે ઘડી દંગ રહી ગયા હતા.

- text

સંકલ્પ નવરાત્રીમાં સાતમા નોરતે ગઈકાલે કોંગ્રેસ અગ્રણી લાલિતભાઈ કગથરા, જયેશભાઇ કાલરીયા, પ્રભુભાઈ મેરજા, રાજપૂત સમાજના કિરણબા વાઘેલા, ભરતસિંહ પરમાર, મીનાબા જાડેજા, ડો.મહેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા સહિતના હાજર રહ્યા હતા.

ઉપરાંત ભાજપ અગ્રણીઓમાં દેવભાઈ અવાડિયા, પ્રભુભાઈ ભૂત, બીપીનભાઈ વ્યાસ, સંગીતાબેન બુચ, દેવિકાબેન મહેતા, ગુરુકૃપા હોટલ ગ્રુપના ભગવાનજીભાઈ કાસુન્દ્રા,  કિશોરભાઈ ચંડીભમર, બ્રહ્મ સમાજ મોરબીના ભુપતભાઇ પંડ્યા, ડો.બી.કે.લહેરુ, ડો.રાજુભાઇ ભટ્ટ, મહેશભાઈ પિંગલ, એન.એમ.ભટ્ટ, ડો.બળવંતભાઈ પંડ્યા, પત્રકાર સુરેશ ગૌસ્વામી, સંદીપ વ્યાસ, જીગ્નેશ વ્યાસ સહિતના હાજર રહ્યા હતા અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

સાતમા નોરતે સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં યંગ પ્રિન્સ કેટેગરીમાં કવૈયા પ્રકાશ, યંગ પ્રિન્સેસ કેટેગરીમાં રાવલ દિવ્યા, લિટલ પ્રિન્સ તરીકે પરમાર મનન અને લિટલ પ્રિન્સેસ તરીકે દફ્તરી મેઘા સિલેક્ટ થતા પારિતોષિક અપાયા હતા.

 

- text