માળીયાના વિરવિદરકા ગામે નવા શાળા બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું

સાંસદ વિનોદ ચાવડાના હસ્તે નૂતનશાળાનું લોકાર્પણ : બાલિકાઓને સ્કૂલ કીટ અપાઈ

માળીયા : માળીયા તાલુકાના વિરવિદરકા ગામે આજે નૂતન શાળાનું લોકાર્પણ સાંસદસભ્ય વિનોદભાઈ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું.

વિરવિદરકા ગામે નવી શાળાની લોકાર્પણ વિધી સાસંદ વિનોદભાઇ ચાવડાના વરદ હસ્તે કરવામાં આવી હતી એ તકે પુર્વ ધારાસભ્ય કાન્તીલાલ અમૃતિયા, સરપંચ ગીતાબા ગઢવી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

સ્કુલ લોકાર્પણ પ્રસંગે સાંસદ ચાવડાએ ૫૧ બાલીકાઓ નુ પુજન કરી તેમને સ્કુલકીટ અર્પણ કરેલ તેમજ તમામ બાલીકાઓના બેન્ક એકાઉન્ટ ખોલાવી દરેકને રૂ. ર૫૦ બેલેન્સ કરાવી આપી હતી અંતમાં આભાર વિધી દિનેશભાઇ ગઢવીએ કરી હતી.