વાંકાનેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રાસોત્સવનું આયોજન

વાંકાનેરમાં ક્ષત્રિય સમાજના લોકો માટે નવરાત્રિ નિમિત્તે ત્રણ દિવસનું રાસોત્સવનું આયોજન કરવામાં આવેલ છે વાંકાનેર યુવા રાજપુત સમાજ નામદાર યુવરાજ સાહેબ કેસરીદેવસિંહજીના વડપણ હેઠળ છેલ્લા 13 વર્ષથી આ રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે.

વાંકાનેરના પેડકમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજતા આ રાસોત્સવમાં વાંકાનેર યુવા રાજપુત સમાજના સભ્યો આ રાસોત્સવનું આયોજન સંભાળી રહ્યા છે જેમાં હરદેવસિંહ ગોહિલ, અજયસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ ઝાલા, શક્તિસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, ભુપેન્દ્રસીંહ ઝાલા, વિજય સિંહ ઝાલા, બ્રિજરાજસિંહ રાણા, યોગેન્દ્રસિંહ વાળા, નરેન્દ્રસિંહ ઝાલા, બળભદ્રસિંહ જાડેજા, ગૌતમસિંહ ઝાલા, એમ કે જાડેજા, દશરથસિંહ ઝાલા, રણવીરસિંહ ઝાલા, મિલનસિંહ જાડેજા અને ગિરિરાજસિંહ ઝાલા સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.