ભારે કરી, વાંકાનેરના કોઠીમાં ઢોરને બદલે માલિકે ઢીક મારી

વાંકાનેર : વાંકાનેરના કોઠી ગામથી જોધપર જવાના કેનાલ માર્ગે રસ્તા પર ચાલતા ઢોરને સાઈડમાં લેવાનું કહેતા ઉશ્કેરાયેલા ઢોર માલિકે લાકડી ફટકારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના કોઠી ગામેથી જોધપર જવાના રસ્તે મુસ્તુફાભાઇ હશનભાઇ બાદી, ઉવ ૩૪ રહે. કોઠી પ્લોટીંગ વિસ્તાર તા. વાંકાનેર વાળા જતા હતા ત્યારે ઢોર લઈને જઇ રહેલા બાલા ગગજીભાઇ ચાવડા, રહે. કોઠી તા. વાંકાનેર જિ. મોરબી વાળાને ઢોરને રસ્તાની સાઇડમાં લેવાનું કહેતા ભુંડા બોલી ગાળો આપી બન્ને હાથે તથા જમણા પગ ના સાથળ ઉપર લાકડી વડે માર મારતા આ મામલે ફરિયાદ નોંધાઇ છે.