વાંકાનેર તાલુકા પોલીસે દેશી દારૂનો જથ્થો પકડી પાડયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પી.એસ.આઈ. બી.ડી.પરમાર ઢુવા ચોકી વિસ્તારમાં રાઉન્ડમાં ગયેલ તે દરમિયાન ભીમગુડાના પાટીયા પાસે પસાર થતી ઈકો ગાડી GJ27C4061 ની તપાસતા આ ગાડીમાં 200 લિટર દેશી દારૂ મળી આવતા આરોપી કુકા રમેશભાઈ બારૈયા, અજીતભાઈ મહાદેવભાઇ ઈન્દરિયા અને લાલો ધરમશી બુટીયાને દેશી દારૂ વેચાણ કરવાના ઇરાદે એકબીજાની મદદગારી કરી હેરાફેરી કરતાં ત્રણ મોબાઇલ અને ઈકોગાડી કબજે કરી કુલ મુદ્દામાલ રૂપિયા 1,12,500 નો કબજે કરી ગુનો નોંધ્યો છે.

ફાઇલ ફોટો