મોરબીમાં ભુખ્યાને ભોજન કરાવતી રોબિનહુડ આર્મી

- text


મોરબી : ભારત જેવા દેશમાં જ્યાં એક તરફ લાખો લોકો ભૂખ્યા સુતા હોય છે તો બીજી તરફ અન્નનો બેફામ બગાડ કરવામાં આવે છે ત્યારે અન્નનો બગાડ અટકાવવા અને ભૂખ્યા સુધી પહોંચાડવા મોરબી શહેરમાં રોબીનહૂડ આર્મી નામની સંસ્થા સુંદર સેવાકાર્ય કરી રહી છે.

- text

ભોજનનો બગાડ અટકાવવા અને વધેલું ભોજન ભૂખ્યા સુધી પહોંચાડવા રોબીનહૂડ આર્મી ગ્રુપ મોરબી સહીત વિશ્વના ૧૦૩ શહેરોમાં કાર્યરત છે અને જે સંસ્થા સાથે ૨૧૫૮૮ લોકો જોડાઈને સેવા આપી રહ્યા છે તો મોરબીમાં રોબીનહૂડ આર્મી ગ્રુપ ફેબ્રુઆરી ૨૦૧૮ થી કાર્યરત છે જે સંસ્થા કોઈ આર્થિક અનુદાન લેતું નથી પરંતુ લગ્નપ્રસંગ કે અન્ય સામાજિક મેળાવડાઓમાં જે ભોજન બને છે અને બચેલું ભોજન વ્યર્થ ના જાય તેવા હેતુથી વધેલું ભોજન મેળવીને તે ગારીબો સુધી પહોંચાડાય છે.
સંસ્થાના યુવાનો દર રવિવારે ગરીબ બાળકોને નાસ્તો અને ભોજન આપે છે તો વિવિધ સ્થળેથી એકત્ર કરેલ ભોજન ગરીબ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડી રહ્યા છે તો સતત સેવાયજ્ઞ ચાલુ જ છે અને વધેલું ભોજન આપવા માટે મોબાઈલ નં ૭૦૧૬૧ ૬૨૧૨૧ અને ૭૩૫૯૯ ૬૮૧૨૩ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે અને લોકો અન્નનો બગાડ અટકાવવા જાગૃત બને અને વધેલા ભોજન જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે સંસ્થાને સહયોગ પૂરો પાડે તેવી અપીલ કરવામાં આવી છે.

- text