મોરબીમાં પરણિતાએ એસિડ ગટગટાવી લેતા મોત

રવાપર રોડની ઘટના : બે બાળકોએ માતાની હૂંફ ગુમાવી

મોરબી : મોરબીના રવાપર રોડ પર રહેતી પટેલ પરણિતાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતા સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર શ્યામ એપાર્ટમેન્ટ ગોકુલનગર, બ્લોક નંબર ૪૦૩ માં રહેતા ચાંદનીબેન હિતેશભાઇ સાણજા, ઉ.વ. ૩૯ એ કોઈ અગમ્ય કારણોસર એસિડ ગટગટાવી લેતા સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

વધુમાં મૃતક પરણીતાંને સંતાનમાં બે બાળકો હોવાનું જાણવા મળ્યું છે અને પરણીતાંના આ પગલાંથી બન્ને બાળકોએ માતાની હૂંફ ગુમાવી છે.