મોરબીના જુના દેવળીયામાં આજે રાત્રે મહારાણા પ્રતાપ અને ભામાશાની શૌર્યગાથા નાટક

- text


મોરબી : મોરબીના જુના દેવળીયા ગામે આજે મંગળવારે રાત્રે મહારાણા પ્રતાપ અને ભામાશાની શૌર્યગાથા નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પેટ પકડીને હસાવતું કોમિક પણ રજૂ કરવામાં આવનાર છે.

જુના દેવળીયા વિજય ગરબી મંડળ દ્વારા છેલ્લા ૧૫ દિવસથી પ્રેક્ટિસ કરી અદ્ભૂત નાટક ભજવા જય રહ્યું છે. આ નાટકનું નામ મહારાણા પ્રતાપ અને ભામશાની સોર્યગાથા છે. અંદાજે ૧૫ વર્ષ બાદ એજ કલાકારો અને એજ રંગમંચ કે જેમની ખ્યાતિ આજુબાજુના ગામ માં હતી આજ એ જ જુના દેવળીયાની ધરતી ફરી મેવાડ કે રાજસ્થાન બનવા જઈ રહી છે.

- text

બહાર ગામથી આવતા લોકો માટે બેસવાની સુવ્યવસ્થિત સગવડતા કરવામાં આવશે. સાથે બહેનો માટે પણ બેસવાની અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

 

- text