માળીયાના રોહિશાળા ગામની પરણીતાનું પ્રસુતિ દરમિયાન મોત

મોરબી : માળીયા તાલુકાના રોહિશાળા ગામે રહેતા શરીફાબેન હિતેનભાઇ બામણીયા ઉવ.૨૧ને પ્રસુતિ સબબ જેતપર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ડીલીવરી બાદ ખુન ચાલુ થઈ જતા ૧૦૮ દ્વારા મોરબી સારવાર માટે લાવતા હતા ત્યારે રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું.