વાંકાનેરમાં ખોજા પરિવાર દ્વારા ગરબીની બાળાઓને સોનાની લ્હાણી

- text


માતાજીનું પૂજન-અર્ચન કરી છેલ્લા ચાર વર્ષથી ગરબીની બાળાઓને આપવામાં છે સોનાની લ્હાણી

વાંકાનેર : વાંકાનેર કુંભારપરામાં આવેલ ફુલવાડી થી પ્રખ્યાત વાડીમાં પોતાના રહેણાંક મકાનમાં સતી માતાજી, મંઉ માતાજી અને સુરાપુરાનો મઢ બનાવી છેલ્લા 15 વર્ષથી આ ખોજા પરિવાર માતાજીનું પૂજન-અર્ચન કરી રહ્યા છે અને છેલ્લા ચાર વર્ષથી ત્યાં પરિવાર દ્વારા ગરબાનું આયોજન કરી માતાજીની ભક્તિ પુર્વક ગરબી રમી રહ્યા છે અને છેલ્લા ચાર વર્ષથી કુંભારપરા ગરબી મંડળની દિકરીઓને આ મઢમાં રાસ ગરબા રમાડી દર વર્ષે સોનાની લાણીનું વિતરણ કરે છે.

- text

ખોજા પરિવાર દ્વારા આ વર્ષે પણ બાળાઓને સોનાનો દાણો, લંચબોક્ષ, પાણીની બોટલ વગેરે લાણી આપી બાળાઓને ભાવતા ભોજન કરાવ્યાં આમ આ પરિવાર આવા ઉમદા વિચારો સાથે સમાજને એક નવો રાહ ચિંધે છે.આ પરિવારના મોભીઓ રમજાનઅલી જેરાજભાઈ અદાણી, છોટુભાઈ અદાણી, બહાદુરભાઇ અદાણી પરિવાર સાથે નવરાત્રિના નવ દિવસ માતાજીની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી રહ્યા છે અને તેમના પરિવારના સભ્ય માતાજીના ભૂવા તરીકે અમીન છોટુભાઈ અદાણી આ માતાજીનું પૂજન અર્ચન કરે છે.

- text