ભેંસ સાઈડમાં લેવાનું ન કહેવાય હો, વાંકાનેરના તીથવામાં ભેંસે હાથ ભંગાવ્યો

- text


તીથવા ગામે ભેંસ સાઈડમાં લેવાનું કહેતા ભરવાડ શખ્સે લાકડીથી હાથ ભાંગી નાખ્યો

વાંકાનેર : વાંકાનેરના તીથવા ગામે રસ્તા વચ્ચે ચાલી જતી ભેંસને સાઈડમાં લેવાનું કહેતા ભેંસ માલિક ભરવાડ શખ્સે લાકડી વીંઝી હાથ ભાંગી નાખતા ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ તિથવાથી ટોળ ગામ જવાના રસ્તે જઈ રહેલા અયાજભાઈ અબ્દુલભાઈ વકાલીયા ઉવ-૧૯ રહે- તીથવા હુશેનીનગર વાળાએ મયુરભાઈ ભગવાનજીભાઈ ભરવાડ રહે. તીથવા, તા.વાંકાનેર વાળાને ગાયો ભેંસો રસ્તાની સાઇડમા કરવાનુ કહેતા સારૂ નહી લાગતા જેમફાવેતેમ ગાળૉ કાઢી લાકડી વતી ફરિયાદીના ડાબા હાથમા બાવડાનાભાગે તથા જમણા હાથે પંજામા મુંઢ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

આ અંગે વાંકાનેર પોલીસે આઇપીસી કલમ મુજબ ફરિયાદ નોંધી માથાભારે શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

- text