ગોરી રાધાને કાળો કાન, ગરબે ઘૂમે ભૂલી ભાન : સંકલ્પ નવરાત્રીમાં જામતો અદભુત માહોલ

- text


પાંચમા નોરતે ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને પત્રકાર આલમ મહેમાન બન્યું

મોરબી : મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજીત સર્વજ્ઞાતિય સંકલ્પ નવરાત્રીમાં નવરાત્રીનો માહોલ દિવસે દિવસે જામી રહ્યો છે, સુપર બ્લાસ્ટિંગ ઓર્કેસ્ટ્રા અને જાણીતા સિંગરોના સથવારે રાત પડેને દિ ઉગે ઉક્તિ મુજબ સંકલ્પ નવરાત્રીમાં ખેલૈયાઓ મનમુકીને જુમી રહ્યા છે ત્યારે ગઈકાલે મોરબી નાગર પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને મોરબીનુ પત્રકાર આલમેં ખાસ મહેમાન બની ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત નવરાત્રી મહોત્સવમાં પાંચમા નોરતે યંગ પ્રિન્સ કેટેગરીમાં મુછડીયા મયુર મનુભાઈ, યંગ પ્રિન્સેસ કેટેગરીમાં રાચ્છ અમિષા ભરતભાઈ, લિટલ પ્રિન્સમા જોબનપુત્રા માનવ અજયભાઇ અને લિટલ પ્રીન્સેસ તરીકે મહેતા જીયા દીપકભાઈ વિજેતા બનતા અતિથિઓ અને આયોજકોના હસ્તે પારિતોષિક આપવામાં આવ્યા હતા.

- text

સંકલ્પ નવરાત્રીમાં ગઈકાલે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, પછાતવર્ગ નિગમના પ્રદીપભાઈ વાળા, ભાજપ અગ્રણી જયુભા જાડેજા, અશ્વિન કોટક, કાઉન્સિલર ભાવેશ કણઝારિયા, ગૌતમ સોલંકી, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયા,  તાલુકા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, પાસ કન્વીનર મનોજભાઈ પનારા, વાંકાનેર બાર એસોશિએશન પ્રમુખ સુનિલ મહેતા,  પીજીવીસીએલના એન.આર.હુંબલ, પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ, અતુલભાઈ જોશી, પંકજ સનારીયા, નિલેશભાઈ પટેલ, હરનિશ જોશી, મિલન નાનક સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text