મોરબી : રાધાકૃષ્ણ વિઘાલય ખાતે નાના-નાના ભુલકાઓ માટે નવરાત્રી મહોત્સવ

મોરબી: સમગ્રદેશમાં હિન્દુઓના પવિત્ર દિવસ સમા નવરાત્રી પર્વ નિમિત્તે મોરબી શહેર અને જિલ્લા ની વિવિધ સ્કુલોમાં નાના-નાના ભુલકાઓ આપણી સંસ્કૃતિ થી વાકેફ થાય અને ઉત્સાહ ભેર જોડાય માટે રાસ ગરબા નું આયોજન કરવામાં આવી રહુ છે. ત્યારે શહેરની રાધાકૃષ્ણ વિઘાલય ખાતે પણ નાના-નાના ભુલકાઓ સાથે આ પાવન નવરાત્રી પર્વની ઉજવણી ઉત્સાહ અને ઉમંગભેર કરવામાં આવી હતી. જેમાં એલકેજી થી ધો.૯ સુધીના ૩૦૦ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાંથી સારુ પરફોર્મન્સ કરનાર ૧૨ જેટલા પ્રિન્સ અને પ્રિન્સેસને પ્રોત્સાહિત ઈનામો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કુલના આચાર્ય પિયુષભાઇ ચોટલીયા, આરતીબેન રાંકજા સહિતના શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.